તમારા ડેટા અને ખાનગીપણું
NHS COVID-19 એપ્લિકેશન - તમારી ગોપનીયતાનું રક્ષણ કરે છે
શું તમને કોરોનાવાયરસથી જોખમ છે કે નહિ તે જોવા NHS COVID-19 ઍપ એક સૌથી ઝડપી રીત છે.
તેમાં તમને સુરક્ષિત રાખવા સંખ્યાબંધ ટૂલ્સ છે, જેમાં સંપર્કનું પગેરું શોધવું, સ્થાનિક વિસ્તાર ચેતવણીઓ અને QR સ્થળ ચેક-ઇન સામેલ છે.અને તે આ બધું સંપૂર્ણપણે અનામી બનીને કરે છે.
પરંતુ કેવી રીતે?
ઍપને વ્યક્તિ કોણ છે અથવા ક્યાં છે તે જાણવાની જરૂર નથી. તે તમારા સંપર્કમાં આવતા અન્ય ઍપ વપરાશકર્તાઓ સાથે કોઇ ક્રમ વિના બનતા કોડ્સની આપલે કરીને કાર્ય કરે છે. કોડ્સ ઍપને જણાવે છે જો તમે 2 મીટરથી ઓછા અંતરમાં, 15 મિનિટથી વધારે સમય માટે કોઈ વ્યક્તિની નજીક રહ્યાં હો.
જો કોઈ વ્યક્તિ પાછળથી પોઝિટિવ ટેસ્ટ પરિણામની જાણ કરે તો, ઍપ જોખમમાં હોઈ શકતી કોઈપણ વ્યક્તિને અનામી ચેતવણી મોકલે છે.
આ કોડ્સ એન્ક્રિપ્ટ કરેલા હોય છે અને 14 દિવસ પછી કાઢી નખાય છે. તમે કોણ છો અથવા તમે કોની સાથે સમય વિતાવ્યો તે ઓળખવા NHS, સરકાર અથવા અન્ય કોઈપણ કોડ્સનો ઉપયોગ કરી શકશે નહીં.
જો તમારો વિસ્તાર ઉચ્ચ જોખમી બને તો ઍપ તમને ચેતવણી આપી શકે તે માટે, તમારે તમારા પોસ્ટકોડના શરૂઆતના થોડાક અક્ષરો આપવાની જરૂર પડશે.
સરેરાશ, આમાં લગભગ 8,000 ઘરોને આવરી લેવાય છે, તેથી તમને અંગત રીતે ઓળખવું શક્ય નથી.
QR કોડ ચેક-ઇન સુવિધા અનામી બનીને પણ કાર્ય કરે છે. જો તમને સંભવિત રોગચાળા માટે ચેતવવામાં આવે તો, તે સ્થળ અથવા ત્યાં કોણ હતું તેને ઓળખ્યા વિના આ કાર્ય કરે છે.
ઍપ એપલ અને ગૂગલ દ્વારા વિકસિત સિદ્ધ સોફ્ટવેર પર ચાલે છે અને તેઓના ગોપનીયતા નિષ્ણાતોએ ઍપની પૂરી સમીક્ષા કરી છે. તમે કોઈપણ સમયે તમારો ડેટા કે ઍપ કાઢી નાખી શકો છો.
ઍપ તમારા સ્થળનું પગેરું રાખી શકતી નથી, જો તમે જાતે-આઇસોલેટ થાવ તો દેખરેખ રાખી શકતી નથી, અથવા તમારા ફોન પર મેસેજીસ કે કોન્ટેક્ટ્સ જેવી અંગત માહિતીમાં પહોંચી શકતી નથી.
જો તમે ઍપ ડાઉનલોડ કરો અને બ્લૂટૂથ ચાલુ રાખો તો, જો તમને વાયરસથી જોખમ હોય તો તે તમને બહુ ઝડપથી જણાવી શકે છે.
કારણ કે તમે જેટલું ઝડપથી જાણો તેટલી ઝડપથી તમે અન્ય લોકોને ચેતવી અને સુરક્ષિત કરી શકો છો.
NHS COVID-19 એપ્લિકેશન
આજે જ તેને ડાઉનલોડ કરો.