NHS COVID-19 એપનો પરિચય
NHS COVID-19 એપ્લિકેશન - આજે જ તેને ડાઉનલોડ કરો
લખાણ 'NHS COVID-19 એપ્લિકેશન - આજે જ તેને ડાઉનલોડ કરો'
NHS COVID-19 એપ્લિકેશન - આજે જ તેને ડાઉનલોડ કરો
કોરોનાવાયરસ સામેની લડતમાં NHS COVID-19 એપ્લિકેશન એક મહત્વપૂર્ણ ભાગ છે.
હવે એપલ અને ગૂગલની ગોપનીયતા સાચવવાની તકનીક પર આધારિત એપ્લિકેશન તમારું અને અન્ય લોકોનું રક્ષણ કરીને, આપણું જીવન સુરક્ષિત રીતે જીવવામાં મદદ કરશે.
જો તમારો પોસ્ટકોડ જિલ્લો ઉચ્ચ જોખમ બની જાય છે, તો એપ્લિકેશન તમને જણાવી દેશે - અને શું પગલું ભરવું તે અંગે તમને સલાહ-સૂચના આપશે.
અને જો તમે એવા કોઈ બીજા વપરાશકર્તાના નજીકના સંપર્કમાં આવો છો જે સકારાત્મક પરીક્ષણ પરિણામની જાણ કરે છે તો એપ્લિકેશન તમને એક અનામી ચેતવણી મોકલશે.
બિલ્ટ-ઇન QR સ્કેનર તમને ઝડપથી અને સરળતાથી સ્થળોએ આવ્યાની નોંધ કરવા દે છે.
તમે એપ્લિકેશનમાં તમારા લક્ષણો ચકાસી શકો છો અને જો તેઓ સૂચવે છે કે તમને કોરોનાવાયરસ હોઈ શકે છે, તો એપ્લિકેશન પરીક્ષણ કરવાનો એક સરળ રસ્તો છે.
એપ્લિકેશન સાથે શેર કરેલો કોઈપણ ડેટા તમારા ફોનમાં રાખવામાં આવે છે.
તમે કોણ છો અથવા ક્યાં છો તે કોઈ વ્યક્તિને ખબર નહીં પડે.
તમે કોઈપણ સમયે એપ્લિકેશન અને તમામ ડેટા કાઢી શકો છો.
નવી NHS COVID-19 એપ્લિકેશન, તમને વાયરસથી જોખમ છે કે નહીં તે જોવાની સૌથી ઝડપી રીત છે. તમે જેટલું ઝડપથી જાણશો, તેટલું જ ઝડપથી તમે તમારા પ્રિયજનોને સજાગ અને સુરક્ષિત કરી શકો છો. આજે જ તેને ડાઉનલોડ કરો
NHS COVID-19 એપ એ અમારી કોરોનાવાઈરસ (COVID-19) ની વ્યાપકપણે ટેસ્ટ અને ઇંગ્લૅન્ડમાં NHS ટેસ્ટ અને ટ્રેસ સર્વિસ તથા વેલ્સમાં NHS વેલ્સ ટેસ્ટ, ટ્રેસ, પ્રોટેક્ટ સર્વિસ તરીકે ઓળખાતા કોન્ટેક્ટ ટ્રેસીંગ પ્રોગ્રામનો ભાગ છે. એપનો ઉપયોગ, પરંપરાગત કોન્ટેક્ટ ટ્રેસિંગની સાથે, વપરાશકર્તાઓને તેઓ એવા કોઈની સાથે સંપર્કમાં આવે જેઓની કોરોનાવાઈરસની ટેસ્ટ પાછળથી સકારાત્મક આવે તો તેમને સૂચિત કરવા માટે કરવામાં આવશે.
એપ લોકોને QR કોડ સ્કેન કરીને લક્ષણોની જાણ કરવાની, કોરોનાવાઈરસ ટેસ્ટનો ઑર્ડર આપવાની, સ્થળોમાં ટેસ્ટ કરવા સમર્થ બનાવે છે અને તે NHS ને એવા વ્યક્તિઓને શોધી કાઢવામાં મદદ કરે છે જેઓને કોરોનાવાઇરસ હોઈ શકે છે.
આ એપ NHS ને એ સમજવામાં મદદ કરશે કે વાઇરસ કોઈ ચોક્કસ વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે કે કેમ, અને તેથી સ્થાનિક અધિકારીઓ તેને વધુ ફેલાતો અટકાવવા અને જીવન બચાવવા માટે ઝડપી કાર્યવાહી કરી શકે.
એપ આવું વપરાશકર્તાનું અનામીપણું સુરક્ષિત રાખીને કરે છે. સરકાર સહિત, કોઈને પણ એ જાણ નહીં થાય કે કોઈ ચોક્કસ વપરાશકર્તા કોણ છે અથવા ક્યાં છે.
અમે તમારી ગોપનીયતાનું કેવી રીતે રક્ષણ કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે અમારો વિડીયો જુઓ